UP કોંગ્રેસી નેતાની ધરપકડ પર પ્રિયંકાએ કહ્યું- ‘બીજી પાર્ટીઓનો અવાજ દબાવી શકશો, અમારો નહીં.

યુપીસીસીના સોશિયલ મીડિયાનું કામ સંભાળતા આશીષ અવસ્થીને પણ પોલીસે ઉઠાવી લીધા

લખનૌમાં કોંગ્રેસી નેતાની ધરપકડ મામલે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘બીજેપી સરકાર યુપી પોલીસને દમન માટેનું સાધન બનાવીને બીજી પાર્ટીઓને અવાજ ઉઠાવતા રોકી શકે છે, અમારી પાર્ટીને નહીં.’

પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું હતું કે, ‘કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ જનતાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા પ્રતિબદ્ધ છે. ભાજપ સરકાર યુપી પોલીસને દમન માટેનું સાધન બનાવી બીજી પાર્ટીઓને અવાજ ઉઠાવતા રોકી શકે છે, અમારી પાર્ટીને નહીં. જુઓ કઈ રીતે યુપી પોલીસે અમારા અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષને રાતના અંધારામાં ઉઠાવી લીધા.’

વધુમાં કહ્યું હતું કે, ‘પહેલા ખોટા આરોપોને લઈ અમારા પ્રદેશ અધ્યક્ષને ચાર સપ્તાહ માટે જેલમાં રાખ્યા. પોલીસની આ કાર્યવાહી દમનકારી છે. કોંગ્રેસના સિપાહી પોલીસની લાકડી અને ખોટા કેસથી નહીં ડરે.’

ઉલ્લેખનીય છે કે પોલીસે સોમવારે રાજધાની લખનૌમાંથી કોંગ્રેસી નેતા શાહનવાજ આલમની ધરપકડ કરી લીધી હતી. શાહનવાજ આલમ કોંગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન છે. પોલીસે ગત વર્ષે ડિસેમ્બરમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ થયેલા પ્રદર્શન મામલે તેમની ધરપકડ કરી છે. પોલીસે મુખ્યમંત્રી આવાસ પાસે ગોલ્ફ લિંક એપાર્ટમેન્ટ સામેથી અચાનક જ શાહનવાજ આલમને ઉઠાવી લીધા હતા.

આ જ રીતે પોલીસે આશીષ અવસ્થીને પણ ઉઠાવીને થાણામાં પુરી દીધા હતા. આશીષ અવસ્થી યુપીસીસીના સોશિયલ મીડિયાનું કામ જોવે છે. પોલીસે હજુ સુધી આશીષ અવસ્થીની ધરપકડની માહિતી જાહેર નથી કરી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.