દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં કોરોનાના કારણે પહેલુ મોત થયુ છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મોતન ભેટનાર 25 વર્ષનો યુવાન છે. સામાન્ય રીતે કોરોનાના કારણે વૃધ્ધ વ્યક્તિઓના વધારે મોત થતા હોય છે તેવુ મનાય છે. જોકે આ માન્યતા યુપીમાં ખોટી પડી છે. કોરોનાના કારણે મોતને ભેટનાર દેશનો સૌથી નાની વયનો વ્યક્તિ છે.
ગોરખપુરનો 25 વર્ષનો આ યુવાન ગોરખપુરની મેડિકલ હોસ્પિટલમાં દાખલ હતો. તેના મોત બાદ તેના સંપર્કમાં આવી ચુકેલા તમામ ડોક્ટરો અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઈન કરાયે છે. આ યુવાનનુ મોત કોરોનાના કારણે જ થયુ હોવાનુ તપાસમાં સાબિત થઈ ચુક્યુ છે.
ગોરખપુરના બસ્તી વિસ્તારને આ યુવાનના મોત બાદ સીલ કરી દેવાયો છે. યુવાનના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.