યુપીમાં ફરી એક વખત લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

યુપીમાં ફરી એક વખત લોકડાઉનનુ પાલન કરાવવા ગયેલા પોલીસ કાફલાને તોફાની તત્વોએ નિશાન બનાવ્યો છે.

યુપીના અલગીઢમાં પોલીસ પર ભારે પથ્થરમારો કરાયો હતો.જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. લોકડાઉન દરમિયાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી માર્કેટ ખોલવાનો સમય છે. પણ સમય પૂરો થયા બાદ પોલીસે બજાર બંધ કરાવવા માંડતા લોકોએ પથ્થરમારો કર્યો હતો.

એ પછી મોટી સખ્યામાં પોલીસ ફોર્સ અને નગર નિગમના કર્મચારીઓની ટીમ ભેગી થઈ હતી. પોલીસે આખરે બળ પ્રયોગ કરીને લોકોને ભગાડ્યા હતા. જેના પગલે દોડધામની વચ્ચે શાકભાજી અને ફળોના ફેરીયાઓ પોતાની લારીઓ છોડીને ભાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.