ઉતરપ્રદેશમા ફસાયેલા ૩૦૦ ગુજરાતી યાત્રાળુઓ માટે આનંદીબેન પટેલે કરી ખાસ સુવિધા

કોરોનાની મહામારીને અટકાવવા માટે 21 દિવસના લોકડાઉન વચ્ચે સેંકડો ગુજરાતીઓ એવા છે કે જેઓ ગુજરાતની બહાર ફસાયા છે. આ તમામ ગુજરાતીઓ ઘરે પરત ફરવા તંત્રને આજીજી કરી રહ્યા છે. પરંતુ લોકડાઉનના કડક અમલને પગલે બહારના રાજ્યોમાં ફસાયેલા લોકોનું ગુજરાતમાં પરત ફરવું મુશ્કેલ જ નહીં, પરંતુ લગભગ અશક્ય બન્યું છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ખૂબ સારા સમાચાર છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ મુશ્કેલીમાં આવી પડેલા ગુજરાતીઓની વહારે આવ્યા છે. ઉત્તરપ્રદેશના ગોકુળ, મથુરા, વૃંદાવન, જેવા સ્થળોએ કથામાં ગયેલા300 જેટલા યાત્રાળુઓ લોકડાઉનના પગલે ફસાઈ ગયા હતા ત્યારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે તમામ યાત્રાળુઓને સહી સલામત રીતે ગુજરાત તેમના ઘેર પરત મોકલવાની વ્યવસ્થા કરી છે.

હાલ ઉત્તરપ્રદેશથી અંદાજે 300 યાત્રાળુઓ રવાના થઈ ચૂક્યા છે અને આજે વહેલી સવારે તેઓ ગુજરાત બોર્ડર પર આવી પહોંચશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે માત્ર યાત્રાળુઓને ગુજરાત મોકલવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ ઉત્તરપ્રદેશની સ્થાનિક પોલીસ માટે રોજનું ભોજન અને સાંજનો ગરમ નાસ્તો બનાવડાવીને તેઓ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે.

લોકડાઉનના સમયમાં પોલીસની ભૂમિકા સૌથી મુશ્કેલી છે. પોલીસ અધિકારીઓ પર વિપરીત પરિસ્થિતિમાં પણ સતત દબાણ હેઠળ હોય છે. આનંદી પટેલે યાત્રાળુઓની સાથે સાથે સ્થાનિક પોલીસની પણ ચિંતા કરી છે અને તેમને રોજ ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.