ઉત્તર પ્રદેશના લખનઉમાં નકલી કોરોના રિપોર્ટ બનાવવાનું કૌભાંડ, 1000 રુપિયામાં નેગેટિવ રિપોર્ટ બનતો હતો

નકલી રિપોર્ટ બતાવીને દર્દીઓ હોસ્પિટલમાં અન્ય બિમારીની સારવાર કરાવતા, પોલિસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

 

દેશ અને દુનિયા થ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યા છે, ત્યારે આ આફતના સમયમાં પણ કેટલાક લોકો કાળાબજારીનો ધંધો કરી રહ્યા છે. ઉતત્ર પ્રદેશની રાજધાની લખનઉમાં આવી જ એક ઘટના સામે આવી છે. લખનઉની એક હોસ્પિટલમાં કોરોનાના નકલી રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. 500 અને 1000 રુપિયામાં દર્દીને કોરોનાની નકલી રિપોર્ટ બનાવીને અપાતી હતી. આ વાત સામે આવતા જ હોસ્પિટલનું તંત્ર અને સ્થાનિક પ્રશાસન દોડતું થયું છે. આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી છે, તેમજ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

કોરોના મહામારીના કારણે જો અન્ય કોઇ રોગની સારવાર કરાવવી હોય તો પણ પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવવો પડે છે. જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો જ કોઇ હોસ્પિટલમાં એડમિશન મળે છે.  લખનઉમાં આવેલી પીજીઆઇ હોસ્પિટલમાં પણ આવો જ નિયમ હતો. ત્યારે હોસ્પિટલમાં કેટલાક લોકો દ્વારા પીજીઆઇ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી 500 અને 1000 રુપિયા લઇને નેગેટિવ ટેસ્ટનો નકલી રિપોર્ટ બની આપવામાં આવતો હતો. આ નકલી રિપોર્ટ એકદમ અસલ રિપોર્ટ જેવો જ હતો.

દર્દીઓ પણ નકલી રિપોર્ટ બતાવીને હોસ્પિટલમાં દાખલ થઇ જતા. આ કૌભાંડનો ખુલાસો શુક્રવારે થયો. સૌથી પહેલા આ ઘટનાની ફરિયાદ હોસ્પિટલની સુરક્ષા સમિતિને કરવામાં આવી અને બાદમાં પોલિસમાં પણ ફરિયાદ કરવામાં આવી. પોલિસ હવે આ ઘટનાની તપાસમાં લાગી છે. એકબાજુ દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, તેવા સંજોગોમાં આવા નકલી રિપોર્ટના કારણે લોકોના જીવન સાથે ચેડા થઇ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.