મેરઠમાં એક જ પરિવારના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે.
પહેલા આ પરિવારમાં પાંચ લોકોને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ. પરિવારના બાકી સભ્યોનો ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવતા હવે 13 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
જોકે કોરોનાના દર્દીઓો આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે 46માંથી 11ના જ ટેસ્ટ રિપોર્ટ આવ્યા છે. બાકીના લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.
આ પરિવારનો એક સભ્ય મહારાષ્ટ્રના અમરાવતીમાં રહે છે. જેનુ સાસરુ મેરઠમાં છે.તે પછી તેની પત્ની અને પરિવારના બીજા સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
મહારાષ્ટ્રમાં આ વ્યક્તિ ક્રોકરીનો વ્યવસાય કરે છે. આ પરિવાર જ્યાં રહે છે તે તમામ વિસ્તારને હાલમાં તો સીલ કરાયો છે. તેના સંપર્કમાં આવેલા બીજા 35 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.