ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રેમ કહાનીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, એક પ્રેમી યુગલ સાથે જ જીવવાનું અને મરવાનું વચન આપી એકબીજાના પ્રેમમાં ફના થવા પ્રયાગરાજના નૈની બ્રિજ પર પહોંચ્યું હતું. નદીના પુલ પર પહોંચ્યા બાદ પ્રેમિકાએ છલાંગ લગાવી હતી, પરંતુ પ્રેમી કૂદયો ન હતો અને આ જોઈને પ્રેમિકા નદીમાંથી તરીને બહાર નીકળી ગઈ અને તેના પ્રેમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો.
સદભાગ્યે પ્રેમિકા કેવી રીતે તરવું તે જાણતી હતી. તે તરીને નદીના કિનારે પહોંચી અને ત્યાં સુધીમાં પ્રેમી સ્થળ પરથી ભાગી થઈ ગયો હતો. જેનાથી નારાજ થઈને પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાસ્તવમાં એક 32 વર્ષની પરિણીત મહિલાને 30 વર્ષના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેનો પ્રેમ એટલો વધી ગયો કે તેઓએ એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા. આ પ્રેમમાં ખાટાસ ત્યારે આવી જ્યારે મહિલા તેના બાળકો સાથે પુણે ગઈ. તે દરમિયાન પ્રેમીએ લગ્ન કરી લીધા હતા. પ્રેમિકા પુણેથી પાછી આવી અને ત્યારે તેના પ્રેમીના લગ્નના સમાચારથી તે પરેશાન થઈ ગઈ હતી. આ પછી પ્રેમિકાએ તેના પ્રેમીને દુલ્હનને છૂટાછેડા આપવા કહ્યું અને લડાઈ શરૂ કરી.
પ્રેમિકાએ છૂટાછેડા લીધા બાદ પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ પ્રેમીને તેમાં કોઈ રસ નહોતો. આ લડાઈ વચ્ચે બંનેએ સાથે મળીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. બંને પ્રયાગરાજના નવા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરવાના ઈરાદે નદીમાં પહોંચ્યા હતા.અને પ્રેમિકાએ નદીમાં છલાંગ લગાવી, પરંતુ પ્રેમી કૂદયો ન હતો. પ્રેમિકા કૂદી પડતાં તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
પ્રયાગરાજના આ અજીબોગરીબ કેસમાં પહેલીવાર એવી વાત સામે આવી છે કે પ્રેમિકાએ આત્મહત્યા ન કરવા બદલ પ્રેમી વિરુદ્ધ FIR નોંધાવી છે અને પોલીસે મહિલાની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ, મોબાઈલ ફોનને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.