– આગામી 48 કલાકમાં કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવ
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસૃથાન, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. જો કે દિવાળી અગાઉ દિલ્હી સહિત એનસીઆરમાં પ્રદૂષણના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે દિલ્હીમાં એક્યુઆઇ 314 નોંધવામાં આવ્યું હતું. જે કેટલાક દિવસ અગાઉ 500ના સ્તરે પહોંચી ગયું હતું.
જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દીવાળીમાં ફટાકડા ફૂટવાને કારણે પ્રદૂષણ વધવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યો અને શહેરોમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં આગામી 48 કલાકમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ તમિલનાડુ, પુુડુચેરી અને કરાઇકલ વિસ્તારના કેટલાક સૃથળો પર સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુના તિરૂનેલવેલી, રામનાથપુરમ અને તુતુકડી જિલ્લાઓમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ચેન્નાઇ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)એ કોઇ પણ સંજોગોમાં પ્રદૂષણ પર અંકુશ મૂકવાના નિર્દેશ આપ્યા છે. સીપીસીબીએ રાજ્યોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)ના નિર્દેશોનો કડક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એનજીટીએ 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દિલ્હી અને એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.