ઉતરપ્રદેશની સરકારે આપ્યા એંધાણ, લોકો આગળ પણ જનતા કરફ્યુ માટે તૈયાર રહે

યુપીના સીએમ યોગી આદિત્યનાથે આવનારા દિવસોના એંધાણ આપતા હોય તેવી આગાહી કરી છે.

યોગીએ કહ્યુ છે કે, આગામી દિવસોમાં પણ લોકો જનતા કરફ્યુ માટે તૈયાર રહે. જીવન જરુરિયાતની વસ્તુઓની જમાખોરી કરવાની જરુર નથી. યુપીમાં 27માંથી 11 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, દર્દીઓની સંખ્યા ના વધે તે માટે આગાળ પણ જનતા કરફ્યુ જેવા ઉપાયો માટે તૈયાર રહેવુ પડશે. લોકો જનતા કરફ્યુને સાથ આપવા માટે આગળ આવે. અમારી પાસે 2000 આઈસોલેશન બેડ છે.

જેને વધારીને 10000 કરવામાં આવશે.લોકોએ ગભરાવાની જરુર નથી. દુકાનદારોએ પણ લોકોની મજબૂરીનો લાભ લેવાની જરુર નથી. વધારે પૈસા લેનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.