ઉત્તર પ્રદેશમાં શિક્ષકની નોકરીમાં અમાનિક શુકલ પછી દિપ્તી સીંહ કૌભાંડ

અનામિક શુકલ કેસ જેવો જ એક બીજો કેસ પકડી પાડયો હતો જેમાં દસ્તાવેજોના એક જ સેટના આધારે ત્રણ જણા  કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં શિક્ષકની નોકરી કરતા પકડાઇ ગયા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. અનામિક શુકલ પછી   કૌશાંબીની એક શિક્ષિકા  દિપ્તી સિંહના દસતાવેજોના આધારે ત્રણ મહિલાઓએ નોકરી મેળવી લીધી હતી.

એસટીએફના એક અધિકારીએ કહ્યું હતું કે ત્રણ નકલી દિપ્તી સિંહ પૈકી એક જોનપુરમાંથી પકડાઇ હતી. અનામિક શુકલ કેસના આરોપીઓ પૈકીના એક પુષ્પેન્દર સિંહની તે કથિત પ્રમિકા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. આવી જ રીતે મૈનપુરીમાં પણ બે મહિલાઓ પકડાઇ હતી. જે પૈકી એક શિક્ષક છે અને બીજી મણીપુરની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં કો ઓર્ડિનેટર છે.અધિકારીએ કહ્યું હતું કે સાચી દિપ્તી સિંહ તો કૌશાંબમાં શિક્ષિકા છે.

સોમવારે એસટીએફે ત્રણ પુરૂષોની અમાનિકા શુકલ મામલે ધરપકડ કરી હતી.અનામિકા શુકલાના શેક્ષણિક પ્રમાણ પત્રોના આધારે રાજ્ય સરકારની શાળાઓમાં શિક્ષક તરીકે તેમની ભરતી કરાતી હતી. અનામિકાએ પાત્રતા પરીક્ષા પાસ કરી હતી.’ગેંગ લીડર સહિત ત્રણ જણાની ગોંડામાંથી એસટીએફ દ્વારા ધરપકડ કરાઇ હતી.પકડાયેલાઓને પુષ્પેન્દર સિંહ, આનંદ અને રામનાથ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.