ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક કોન્ફિડેન્સિયલ લેટર જાહેર કરીને પોતાના તમામ કર્મચારીઓને તેમના ફોનમાંથી ચાઈનીઝ એપ્લિકેશન્સ દૂર કરવા નિર્દેશ આપ્યો છે. એસટીએફ દ્વારા એક ઈન્ટરનલ લેટર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બને તેટલી ઝડપથી 52 ચાઈનીઝ એપ્સને અનઈન્સ્ટોલ કરવા કહેવાયું છે કારણકે તેના દ્વારા ડેટા ચોરીની સંભાવના સૌથી વધારે છે.
એસટીએફના આઈજી અમિતાભ યશે મોબાઈલમાંથી 52 ચાઈનીઝ એપ દૂર કરવા આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન બાદ એસટીએફ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે અને એસટીએફના કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારજનોને પણ આ એપ્સ દૂર કરવા કહેવાયું છે. આ એપ્લિકેશન્સ દ્વારા વ્યક્તિગત અને અન્ય ડેટા ચોરી થવાની શક્યતા દર્શાવાઈ છે.
ઉલ્લેખનીય છેકે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને ચીન સાથે સંકળાયેલી 52 એપ્સનું લિસ્ટ આપ્યું છે. આ લિસ્ટ એપ્રિલ મહીનામાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયેલી ટિકટોક, ઝૂમ, યુસી બ્રાઉઝર, વીચેટ, વાઈરસ ક્લિનર વગેરે એપ્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વીવો જેવી મોબાઈલ કંપનીઓની વીડિયો એપ્સ, બીગો લાઈવ, યુસી ન્યૂઝ, હેલો વગેરેનો સમાવેશ થાય છે અને તેને બ્લોક કરાવવા માંગ કરવામાં આવી હતી.
એજન્સીઓની રડારમાં રહેલી ચાઈનીઝ એપ્સ
– TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo
– WeChat, SHAREit, UC News, UC Browser
– BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE
– Kwai, ROMWE, SHEIN, NewsDog, Photo Wonder
– APUS Browser, VivaVideo- QU Video Inc
– Perfect Corp, CM Browser, Virus Cleaner (Hi Security Lab)
– Mi Community, DU recorder, YouCam Makeup
– Mi Store, 360 Security, DU Battery Saver, DU Browser
– DU Cleaner, DU Privacy, Clean Master – Cheetah
– CacheClear DU apps studio, Baidu Translate, Baidu Map
– Wonder Camera, ES File Explorer, QQ International
– QQ Launcher, QQ Security Centre, QQ Player, QQ Music
– QQ Mail, QQ NewsFeed, WeSync, SelfieCity, Clash of Kings
– Mail Master, Mi Video call-Xiaomi, Parallel Space
જોકે હજુ સુધી સરકાર તરફથી આ એપ્સને બ્લોક કરવા કે તેનો ઉપયોગ ન કરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. ભારતના કરોડો લોકો આ એપ્સનો ઉપયોગ કરે છે અને તેના વિરોધ પાછળ પ્રાઈવસીનું કારણ આપવામાં આવી રહ્યું છે. વારંવાર ચીની એપ્સ પર ભારતીય યુઝર્સનો ડેટા ચીનના સર્વરને મોકલવાનો આરોપ લાગતો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.