મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ પોતાની પહેલી ફિલ્મને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રોડ્યુસર ઉપાસના સિંહનો દાવો છે કે હરનાઝે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ આપવા ના કહી દીધી છે અને જ્યારે તેણે ફિલ્મ પ્રમોટ કરવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યું હતું.
પોતાની બ્યૂટી અને શોકિંગ ટ્રાન્સફોર્મેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેનાર મિસ યૂનિવર્સ 2021 હરનાઝ સંધૂ વિવાદમાં ફસાઈ ગઈ છે અને ધ કપિલ શર્મા શોની બુઆજી એટલે કે અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ સંધૂ વિરુદ્ધ કોન્ટ્રેક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે.
દરેકને જાણ છે કે હરનાઝ ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ થી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પગલું મુકવા જઈ રહી છે અને આ ફિલ્મને લઈને વિવાદ થઈ રહ્યો છે. અભિનેત્રી અને પ્રોડ્યુસર ઉપાસના સિંહે કોર્ટનો સહારો લીધો છે. તેનો આરોપ છે કે હરનાઝ સંધૂએ ફિલ્મના પ્રમોશનને લઈને જે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેનું સમ્માન કર્યું નથી. જ્યારે હરનાઝ મિસ યૂનિવર્સ બની નહીં હતી ત્યારે તેણે હરનાઝને પોતાની ફિલ્મમાં તક આપી હતી. પરંતુ હરનાઝ પોતાના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરી રહી છે. ઉપાસનાએ ચંડીગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સિવિલ સૂટ દાખલ કર્યો છે.
ઉપાસના સિંહે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ ન આપીને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ હરનાઝ સંધૂ પાસે નુકશાનની રકમ માંગી છે. ઉપાસનાએ કોર્ટની બહાર કહ્યું કે મેં હરનાઝને પોતાની ફિલ્મમાં એક્ટિંગની તક આપી. એ જ નહીં મેં Yaara Diyan Poo Baran પણ બનાવી જેમાં પણ હરનાઝ હિરોઈન છે. મેં હરનાઝને ત્યારે તક આપી જ્યારે તે મિસ યૂનિવર્સ નહીં બની હતી અને આ ફિલ્મ પર મેં ઘણી મોટી રકમ ખર્ચ કરી છે. આ નાના બજેટની ફિલ્મ નથી.
ઉપાસનાએ જણાવ્યું કે તેણે હરનાઝને એક્ટિંગ શીખવી હતી તેમજ ખાતરી કરી હતી કે દરેક શોટમાં પરફેક્ટ લાગે. આવું તેણે એટલા માટે કર્યું કારણકે તે હરનાઝને પ્રેમ કરતી હતી. પરંતુ હરનાઝે તેની સાથે જે કર્યું તે દિલ તોડવાનું કાર્ય છે. આ જ વર્તનને કારણે તેણે કાનૂની કાર્યવાહી કરવા પર મજબૂર થવું પડ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.