હવે ડિજિટલ ટ્રાંઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જ લાગશે નહીં. જો જાન્યુઆરી 1, 2020 પછી કોઈપણ વ્યવહાર પર MDR ચાર્જ કાપવામાં આવશે તો બેન્કો પણ ગ્રાહકોને તે પરત કરશે. રવિવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ આ અંગે બેન્કોને સૂચના આપી છે.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 2020 થી, ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ચુકવણી કરવા માટે MDR સહિતનાં અન્ય કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. ખરેખર, સરકારે દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે.
CBDT દ્વારા જારી કરાયેલા નિર્દેશમાં જણાવાયું છે કે કેટલીક બેંકો UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા ચુકવણી કરવા માટે કેટલાક ચાર્જ વસુલી રહી છે. આમાં ગ્રાહકો પાસેથી નિયત મર્યાદાનાં ટ્ર્રાન્ઝેક્સન પછી ચાર્જ વસુલવામાં આવે છે. આમ કરીને બેંકો નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને આ માટે તેના પર જરૂરી કાર્યવાહી કરી શકાય છે.
શું થાય છે MDR
એક ફી હોય છે જે દુકાનદાર તમારી પાસેથી ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ ચુકવણી દ્વારા લે છે. તમે કહી શકો કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ચુકવણી સુવિધા પર આ ફી લેવામાં આવે છે. દુકાનદારને એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) માંથી મળેલી રકમ મળતી નથી. કાર્ડ દ્વારા કરવામાં આવતી દરેક ચુકવણીની જગ્યાએ તેણે એમડીઆર ચૂકવવો પડશે.
UPIનાં ફાયદા
યુપીઆઈની મદદથી તમે કોઈપણ જગ્યાએ, કોઈપણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. UPIની મદદથી તમે BHIM, ફોન પે, ગૂગલ પે, મોબિક્વિક, પેટીએમ જેવી ઘણી એપ્સની મદદથીUPIનો ઉપયોગ કરી શકો છો. હાલમાં, UPI દ્વારા ફંડ ટ્રાન્સફરની મહત્તમ મર્યાદા 1 લાખ રૂપિયા છે. જોકે દરેક બેંકની અલગ-અલગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.