1 એપ્રિલથી મોંઘુ થઈ જશે UPI ટ્રાન્ઝેક્શન!, પેમેન્ટ કરવા પર આપવો પડશે આટલો ચાર્જ..

આગામી 1 એપ્રિલથી UPIના નિયમમાં બદલાવને લઈ સરકારે આદેશ જાહેર કર્યો છે. NPCI કે જે UPIનું સંચાલિત કરે છે અને તેમણે 24 માર્ચ 2023એ પરિપત્ર દ્વારા આ નિયમોના બદલાવ અંગે જાણ કરી હતી. આ નોટિફિકેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. PPI હેઠળ કાર્ડ અને વોલેટ જેવા પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે.

એક અહેવાલ મુજબ, NPCIના પરિપત્રમાં રૂ. 2,000થી વધુના પેમેન્ટ વ્યવહારો પર જ આ ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે અને આ ફી સામાન્ય રીતે રૂ. 2,000 થી વધુ રકમના કુલ 1.1 ટકા હશે. NPCI એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. કૃષિ અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ચાર્જ ફક્ત એવા વપરાશકર્તાઓને ચૂકવવો પડશે જેઓ વેપારી વ્યવહારો માટે ચૂકવણી કરે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનના પરિપત્ર અનુસાર, P2P અને P2PM બેંક એકાઉન્ટ્સ અને PPI વૉલેટ વચ્ચેના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ કર્યા પછી, NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.