ઉત્તરપ્રદેશના અલીગઢમાં જિલ્લામાં આવેલી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોનાએ, મચાવ્યો છે હાહાકાર

ઉત્તરપ્રદેશના અલીગઢમાં જિલ્લામાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગત શુક્રવારે લો ફેકલ્ટીના ડીન પ્રોફેસર શકીલ સમદાનીનું કોરોનાથી મુત્યું થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૧૮ દિવસમાં કોરોના યુનિવર્સિટીના ૧૭ વર્કિગ પ્રોફેસરને કોરોના ભરખી ગયો છે. આ તમામ મૃતક પ્રોફેસર અલીગઢ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા.

કોરોનાથી પ્રથમ મુત્યુ ૨૦ એપ્રિલના રોજ પૂર્વ પ્રોકટર અને ડીન સ્ટુડન્ટ વેલફેર પ્રોફેસર જમશેદઅલી સિદ્દીકીનું થયું હતું. એ પછી ૫૮ વર્ષના ચિકિત્સા વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શાદાબ અહમદખાન અને કમ્પ્યૂટર વિભાગના પ્રોફેસર રફીકુલ જમાતખાનનું મુત્યુ થયું હતું.  ઉપ કુલપતિ મંસૂરના ભાઇ ઉમર ફારુકનું પણ કોરોના સંક્રમણથી મોત થયું છે તેઓ યુનિવર્સિટી કોર્ટના પૂર્વ સભ્ય હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.