ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સ્વાતિ સિંહનો એક COને ધમકાવાનો કથિત ઑડિયો વાયરલ થયા બાદ સીએમ યોગી આદિત્યનાથે તેમને બોલાવી સ્પષ્ટતા માંગી. સીએમ અને સ્વાતિની મુલાકાત લગભગ 25 મિનિટ સુધી ચાલી. આપને જણાવી દઇએ કે મંત્રી સ્વાતિ સિંહ અને સીઓ કેંટ બીનૂ સિંહની વાતચીતનો એક કથિત ઑડિયો શુક્રવારના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઑડિયોમાં કથિત રીતે સ્વાતિ સિંહ COને અંસલની વિરૂદ્ધ FIR નોંધવા માટે કહી રહ્યા છે અને આવીને મળવાની ધમકી આપતા સંભળાઇ રહ્યા છે.
સૂત્રોએ કહ્યું કે CM યોગી આદિત્યનાથ ખૂબ નારાજ હતા. આ સિવાય DGPને પણ 24 કલાકની અંદર રિપોર્ટ આપવાનું કહ્યું છે. સૂત્રોના મતે યોગીએ કહ્યું કે કોઇપણ બળવાખોર કે ગુનેગારની પેરવી સહન કરાશે નહીં. CMના નિર્દેશ પર DGP ઓપી સિંહે લખનઉથી SSP પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.