ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન કર્યું

રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીભર્યા કૃત્યો અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી પુરી પાડતા રાષ્ટ્રપતિ નિશાનથી ગુજરાત પોલીસને સન્માનિત કરવામાં આવી છે.૧૫ ડિસેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરવામાં આવ્યું હતું ઉપરાંત વિશેષ ડિઝાઈન કરાયેલો પોલીસ ધ્વજ પણ એનાયત કરાયો હતો. આ સાથે રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએખાસ રીતે ડિઝાઈન કરાયેલો ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને એનાયત કર્યા હતા.આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા.

મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે પ્રેસિડેન્ટ્સ કલર્સનું સન્માન ગુજરાત પોલીસને અપાયું હતું.  બાદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ , ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને શિવાનંદ ઝાએ ખુલ્લી જીપમાં પોલીસ એકેડેમીના ગ્રાઉન્ડમાં ચક્કર લગાવ્યું હતું. તે સમયે હાજર પોલીસ અધિકારીઓ સહિતના પ્રેક્ષકગણે ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલાયદો ધ્વજ અને ચિહ્ન મળ્યું હતું. જે ગુજરાત પોલીસની આગવી ઓળખ બની રહેશે.રાષ્ટ્રપતિનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતુ પ્રતિક છે. જે રાષ્ટ્રની સેવામાં યોગદાનની સાક્ષી પુરી પાડે છે. ૧૫ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ ગુજરાત પોલીસ દળ રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું સાતમું રાજ્ય બન્યું હતું. ગુજરાત પોલીસના ગૌરવશાળી ૫૮ વર્ષ બાદ આ સન્માન મળ્યું છે. પોલીસ એકેડેમી કરાઈ, ગાંધીનગર ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ સન્માન એનાયત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૃપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, પોલીસ કમિશનર આશિષ ભાટીયા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રપતિના નિશાન મેળવનારા રાજ્યોમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યનો સમાવેશ થાય છે. આ સાથે આ સન્માન મેળવનારૃ ગુજરાત સાતમુ રાજ્ય બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.