યૂરોપ જેવા હશે દેશની રાજધાનીના રસ્તાઓ, CM અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દેશની રાજધાની માટે એક અન્ય મોટી યોજનાની જાહેરાત કરી છે. તેમને જાહેરાત કરી કે દિલ્હીના રસ્તાઓ વિદેશી રસ્તાઓની જેમ બનાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે રસ્તાઓને પૂરી રીતે રી-ડિઝાઈન કરવામાં આવશે. તેના માટે છેલ્લા કેટલાક વર્ષોથી સખત મહેનત ચાલી રહી હતી. હવે ટ્રાયલ તરીકે દિલ્લીના 9 રસ્તાઓને રી-ડીઝાઈન કરવામાં આવશે.

મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે એક રસ્તાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. 2 રસ્તાનો વર્ક ઓર્ડર આજે આપવામાં આવશે. બાકી તમામ રસ્તાઓના વર્ક ઓર્ડર નવેમ્બર સુધી આપવામાં આવશે. તેમને કહ્યું કે એક વર્ષની અંદર આ તમામ રસ્તાઓનું કામ પૂરૂ થઈ જશે. આ રસ્તા ખુબ જ સુંદર હશે, જેવા યૂરોપિયન દેશોમાં રસ્તાઓ હોય છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે તેનાથી અકસ્માત પણ ઓછા થઈ જશે.

રાજધાની દિલ્હીના 9 રસ્તાઓનું રી-ડીઝાઈન કરવામાં કુલ 400 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એમ્સથી લઈ આશ્રમ સુધીનો આ પ્રોજેક્ટ કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો દિલ્હીના તમામ રસ્તાઓને રી-ડીઝાઈન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.