યૂરોપિયન મેડિસિન એજન્સીનો રિપોર્ટ,વેક્સીનના બ્લડ ક્લોટિંગને લઈને કર્યો ખુલાસો

યૂરોપીયન મેડિસિન એજન્સીની સુરક્ષા સમિતિએ એસ્ટ્રાજેનેકા (AstraZeneca)ની કોરોના વેક્સીનથી બ્લડ ક્લોટ બનવાની નવી ચેતવણી જાહેર કરી છે.

એક રિપોર્ટમાં તેઓએ કહ્યું છે કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન લેનારા અને સાથે ચિકિત્સા વ્યવસાયે ઓછા પ્લેટલેટ્સ વાળા અસામાન્ય બ્લડ ક્લોટના કેસને ગંભીરતાથી લેવા જોઈએ. વેક્સીન લીધા બાદ તેની આડઅસર થઈ શકે છે.

યૂરોપીયન મેડિસીનના થ્રોમ્બોસાઈટોપેનિયાને સામાન્ય રૂપમાં વર્ગીકૃત કરાયા છે. એટલે કે 100માંથી 1 વ્યક્તિમાં સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. તો 10માંથી 1માં ઓછા લક્ષણો જોવા મળે છે. ક્લોટિંગની સાથે સાથે થ્રોમ્બોસાઈટોપેનિયાની ઘટના દુર્લભ જોવા મલી રહી છે.

10000 વેક્સીન લેનારામાંથી 1 વ્યક્તિની સાથે આવું થાય છે. એસ્ટ્રાજેનેકાએ આ વેક્સીનના પેકેજ લીફલેટને અપડેટ કર્યા છે. તેમાં મસ્તિષ્ક, આંતરડા. યકૃત, પ્લીહામાં લોહી જોવા મળે છે. ક્લોટને વિશે ચેતવણી અપાઈ છે.

ઈએમએએ કહ્યું કે અત્યાર સુધી સામે આવેલા કેસમાં 60 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં કેસ જોવા મળી રહ્યા છે. તેમાંથી વધારે કેસ પહેલો ડોઝ લીઘા બાદના 2 અઠવાડિયામાં જોવા મળ્યા છે. બીજા ડોઝની સાથે સીમિત ઈફેક્ટ જોવા મળે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે વેક્સીન મેળવનારા લોકો માટે જોખમને ઓછું કરવાનું વધુ મુશ્કેલ છે કેમકે વેક્સીન કોરોના ફેલવાતી રોકવા અને મોતની સંખ્યા ઘટાડવામાં પ્રભાવી રહ્યો છે. આ સાથે એજન્સીએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે કોરોનાના કેસમાં લોકોએ વેક્સીન લગાવવાનું ચાલુ રાખવું

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.