કોરોના સંક્રમણ ઓછુ થતાં સામાન્ય સ્થિતિ લાવવા માટે પ્રતિબંધો હળવા કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.અને વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રેપિડ અને પીસીઆર બંને ટેસ્ટમાં હેરિસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરાઇ છે. જો કે, તેઓએ રોગના કોઈ લક્ષણો જણાતા નથી.
રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સંપર્કમાં આવ્યા ન હતા
હેરિસ તેના નિવાસસ્થાને આઇસોલેશનમાં રહેશે, પરંતુ તે કામ કરવાનું ચાલુ રાખશે અને સંક્રમણ મુક્ત થયા પછી જ વ્હાઇટ હાઉસ પરત ફરશે. હેરિસ (57) ને ગયા વર્ષે ઓક્ટોબરમાં એન્ટી-કોવિડ રસીના બંને ડોઝ લીધા પછી બૂસ્ટર ડોઝ મળ્યો હતો.અને તે પછી, 1 એપ્રિલે, તેને વધારાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તાજેતરના દિવસોમાં ઉપરાષ્ટ્રપતિ હેરિસ સાથે સંપર્કમાં આવ્યા ન હતા.
કોરોના વાયરસ મહામારીએ ફરીવાર તબાહી મચાવવાનું શરૂ કર્યું છે.અને ઘણા દેશોમાં વધી રહેલા કેસને જોતા તેને કોરોનાની ચોથી લહેર કહેવામાં આવી રહી છે. આ વખતે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના BA.2 સબવેરિયન્ટે સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ અને યુકે સહિત એશિયા અને યુરોપના ઘણા દેશોમાં ઓમિક્રોન બીએ.2 સબવેરિયન્ટના મોટાભાગના કેસો વધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.