કોરોના વાયરસના કારણે અમેરિકામાં અત્યાર સુધી લગભગ 2794 લોકો અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે. લગભગ 56 લોકોના મોત નીપજ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિક 16 માર્ચ 2020 એટલે કે આજથી આ વેક્સિનનું એક વ્યક્તિ પર ટ્રાયલ કરવામાં આવશે. આની જાહેરાત અમેરિકાની સરકારે કરી છે.
જોકે, વેક્સિનની ટ્રાયલ પરીક્ષણ તરીકે કરવામાં આવી રહી છે. જો આનાથી સફળતા મળશે તો આને સમગ્ર દુનિયામાં વહેંચવામાં આવશે.
આ ટ્રાયલનું લક્ષ્ય માત્ર એ જાણવાનુ છે કે વેક્સિનથી કોઈનો દુષ્પ્રભાવ ના થાય અને ફરી મોટા પ્રમાણમાં આનું પરીક્ષણ કરી શકાય. પરિણામ સકારાત્મક આવશે તો સમગ્ર દુનિયામાં આ વેક્સિનને મોકલવામાં આવશે.
સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.