સમગ્ર ઉત્તર ભરામાં ઠંડીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જોવા મળી છે. જેના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. જમ્મૂ-કાશ્મીરમાં સતત બે દિવસથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેને લઇને તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો જોવ મળ્યો છે.
જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની સાથે હિમવર્ષાની ચેતાવણી આપી છે. છેલ્લા 48 કલાકથી કેટલાંક વિસ્તારોમાં સતત હિમવર્ષા જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરભારતમાં થઇ રહેલી હિમવર્ષાની અસર રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જોવા મળશે.જેને લઇને રાજ્યોના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આવનારા કેટલાક દિવસોમાં ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું વધવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.
જમ્મૂ-કશ્મીરમાં સતત બે દિવસથી થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જમ્મૂ-કશ્મીરમાં તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે તમામ ફ્લાઈટો રદ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.