ઉત્તર કોરિયાના તાનાશાહ કિમની તબિયત લથડી, બ્રેન ડેડ હોવાની અટકળો

 

નોર્થ કોરિયાના તાનાશાહ અને ભેજાગેપ શાસક કિમ જોંગ ગંભીર રીતે બીમાર હોવાના અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

એવુ કહેવાય છે કે, તેમને હૃદયની બીમારી છે અને તેની સારવાર ચાલી રહી છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે કિમ જોંગની સર્જરી કરાઈ છે અને તેમની તબિયત વધારે બગડી છે.

કિમ જોંગ વધારે પડતુ સ્મોકિંગ કરે છે અને ઓવરવેઈટ પણ છે, આ બંને બાબતોની સાથે સાથે વધારે પડતુ કામ કરવાના કારણે તેમની તબિયલ લથડી હોવાનુ કહેવાઈ રહ્યુ છે .કિમ જોંગને છેલ્લે 11 એપ્રિલ જોવામાં આવ્યા હતા. કિમ પોતાના દાદાના જન્મ દિવસે 15 એપ્રિલે યોજાયેલા કાર્યક્રમમાં પણ ગેરહાજર હતા.

દરમિયાન કિમ જોંગ બ્રેન ડેડ હોવાની પણ અટકળો શરુ થઈ ચુકી છે. જોકે અમેરિકન અધિકારીઓએ આ મુદ્દે કોઈ ટિપ્પણ કરી નથી. રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયામાં લોખંડી શાસન હોવાથી ત્યાંથી જાણકારીઓ આવવી મુશ્કેલ બનીરહી છે.

ઉત્તર કોરિયાના મામલાના જાણકાર બ્રુસ ક્લિન્ગરનુ કહેવુ છે કે, આ પહેલા પણ કિમને લઈને ઘણી અફવાઓ ફેલાઈ હતી. આ જાણકારી માટે પણ રાહ જોવી પડશે.

અગાઉ 2008માં કિમના પિતા ઉત્તર કોરિયાની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં દેખાયા નહોતા. બાદમાં ખુલાસો થયો હતો કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો.તેમનુ 2011માં મોત થયુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.