બજારમાં અનેક એજન્ટો એવા પણ હોય છે કે, તેઓ લોનની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી (cheating) કરતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરના (Ahmedabad) ઘાટલોડિયામાં સામે આવ્યો છે. જેમાં એક યુવક મકાનની લોન કરાવવા તેના ભાઈ સાથે વાત કરતો હતો ત્યારે ત્રીજી વ્યકતિ આ વાત સાંભળી યુવકને લોન ફટાફટ કરાવી દેવાની લાલચ આપી હતી. યુવક પાસે ફટાફટ લોન કરાવી આપવા બે લાખ ખંખેરી લીધા બાદ લોન ન થતા યુવક છેતરાયો (fraud) હોવાની જાણ થતા જ તેણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘાટલોડિયાની કાંતિપાર્ક સોસાયટીમાં રહેતા શ્યામુભાઈ દેસાઈ મકાન ભાડે આપવાનું અને વેચવાનું કામ કરે છે. તેમની સાથે તેમના માતા પિતા પણ રહે છે. આજથી આશરે સાતેક માસ પહેલા તેઓ શંભુ કોફી બાર પર બેઠા હતા. ત્યારે તેમના કાકાના દીકરા સાથે ફોન પર વાત કરતા હતા. તેઓએ જણાવ્યું કે, તેઓએ મકાન લીધું છે અને લોન કરાવવી છે. આ વાત તેમની પાસે બેઠેલો એક વ્યક્તિ સાંભળી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.