મુખ્યમંત્રીઓ સર્વસહમતીથી કામ કરીશું,ઉતાવળમાં આવીને લોકડાઉન નહીં થાય : અમિત શાહ

ભારતમાં દૈનિક કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને રોજના દુનિયામાં સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની વાપસી થઈ છે. દેશના જુદા જુદા રાજ્યોમાં વિકેન્ડ કર્ફ્યૂથી લઈને નાઈટ કર્ફ્યૂ જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.

દેશભરમાં લોકડાઉન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે અત્યારે લોકડાઉન નહીં લાગે. મીડિયાને આપેલા એક ઇંટરવ્યૂમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું છે કે શું ગયા વર્ષની જેમ ભારતમાં લોકડાઉન જ વિકલ્પ છે? ત્યારે અમિત શાહે જવાબ આપ્યો કે અમે સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. શરૂઆતમાં લોકડાઉનનો ઉદ્દેશ જુદો હતો. અમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉપચાર રેખા તૈયાર કરવા માંગતા હતા. ત્યારે આપણી પાસે કોઈ દવા કે રસી ન હતી.

આ સિવાય ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે કોરોના વાયરસના નવા વેરિયન્ટને વધારે ભયાનક બતાવવામાં આવી રહ્યો છે. શું તમે આ વિષયમાં ચિંતિત છો? તેમણે કહ્યું કે બધા ચિંતિત છે. મને પણ ચિંતા છે. આપણાં વૈજ્ઞાનિકો તેનાથી લડવા માટે કામ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.