ઉત્તરાયણનો તહેવાર પતંગ રસિકો માટે ભલે આનંદ અને ઉત્સવનો વિષય હોય. પરંતુ તેમની આ પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજા સાબિત થતી હોય છે. આવા અબોલ પક્ષી કેટલીકવાર પતંગની દોરમાં એવી જગ્યાએ ફસાઈ જાય છે જ્યાં ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક વેન પણ પહોંચી શકતી નથી તેવી જગ્યાએ પક્ષીઓના રેસ્ક્યુ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે.
જોકે રાજ્યસરકારનું વન વિભાગ અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પક્ષીઓને બચાવવાના અભિયાનમાં લાગી જાય છે. તેવામાં અમદાવાદના પક્ષી પ્રેમી મનોજભાઈ ભાવસારનું યોગદાન સરાહનીય છે
મનોજભાઈ છેલ્લા 5 વર્ષથી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવામાં કાર્યરત છે. મનોજભાઈનું કહેવું છે કે, ખૂબ ઉચી જગ્યા દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા અમદાવાદ ફાયરબ્રિગેડમાં કોલ આવે છે.
જેવી દોરીથી પક્ષી મુક્ત થાય છે તેવું જ પક્ષી મુક્ત પણે ગગનમાં ઉડી જાય છે.મહત્વનું છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉત્તરાયણમાં ઘાયલ થતા પક્ષીઓ ને બચાવવામાં રસ દાખવી રહ્યા છે. તેઓએ મનોજભાઈના પક્ષી બચાવવાના ડ્રોન મિશનની સરાહના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.