ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડ્રોન સર્વેલન્સ કરવાની પણ માગ કરાઈ છે.
ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાને લગતી પ્રવૃત્તિ પર શહેર અને તાલુકામાં પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માગ સાથે જાહેરહિતની એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે આ જાહેરહિતની અરજીને કોરોના વાઇરસ અને લૉકડાઉનને લઈને કરવામાં આવેલી સૂઓ મોટો સાથે જોડવાનું કહ્યું છે.
કોરોના વાઇરસનું સંક્રમણ ઘટે તે માટે આ પ્રકારના પ્રતિબંધની માગ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી પણ જવાબ માગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.