ઉત્તર ગુજરાત ફરીથી તૈયાર રહે! આ 2 જિલ્લાઓને લઇ યલો એલર્ટ કરાયું જાહેર, મેઘો કરશે તોફાની બેટિંગ..

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં બે જીલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

1. ક્યાં ક્યાં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ રાજ્યનાં અન્ય જીલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

2. ઉત્તર ગુજરાતમાં ક્યાં ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ

આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે.

3. ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતનાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી તેમજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

4. સૌરાષ્ટ્રનાં ક્યાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાશે

સૌરાષ્ટ્ર, કચ્છનાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ સહિતનાં વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.