પરમાણુ મંત્રણા પહેલા જ ઉતર કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનો ધડાકો કરી નાખ્યો

અમેરિકા અને ઉત્તર કોરિયાએ બંધ પડેલી પરમાણુ મંત્રણા ફરીથી શરૃ કરવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ઉત્તર કોરિયાએ ફરી એક વખત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. જેણે પૂર્વ દિશામાં ૪૫૦ કિમી(૨૮૦ માઇલ)નું અંતર કાપ્યું હતું.

આ મિસાઇલ પુક્કુસોંગ મોડેલની હોવાનું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું છે કે તંગદિલી વધારતું ઉત્તર કોરિયાનું આ કૃત્ય ઉત્તર કોરિયાને કોઇ પણ રીતે મદદરૃપ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૧૬માં ઉત્તર કોરિયાએ પુક્કુકસોંગ-૧નું સફળ પરિક્ષણ કર્યુ હતું. જેણે હવામાં ૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન અમેરિકાએ જણાવ્યું છે કે તે કોરિયન મહાદ્વીપની સિૃથતિ પર નજર રાખી રહ્યું છે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતા મિસાઇલોનું પરિક્ષણ યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું ભંગ કરે છે. યુએન સુરક્ષા પરિષદ ઠરાવ મુજબ ઉત્તર કોરિયા પર બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ ઉત્તર કોરિયાના નાયબ વડાપ્રધાન ચો ન હુઇએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા આ સપ્તાહના અંતે અમેરિકા સાથે મંત્રણા કરવા સંમત થયું છે. બંને દેશો વચ્ચે આ શનિવારે મંત્રણા છે. બીજી તરફ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓરટાગુસે પણ મંત્રણાના અહેવાલને સમર્થન આપ્યું છે.

ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અઘીકીરીએ જણાવ્યું છે કે શુક્રવારે બંને દેશો વચ્ચે પ્રારંભિક મંત્રણા શરુ થશે અને શનિવારાૃથી બંને દેશો વચ્ચે નિયમિત મંત્રણા શરુ થઇ જશે. આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર કોરિયાએ કોરિયન મહાદ્વીપને પરમાણુ શસ્ત્રોાૃથી મુક્ત કરવાના મુદ્દે અમેરિકા સાાૃથે મંત્રણા શરૃ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.