ઉત્તર પ્રદેશથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક ટ્રકે ટ્યુશન ક્લાસમાં જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે.
ઉત્તર પ્રદેશના મહોબામાં સમગ્ર ઘટના સામે આવી છે જયારે 12 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે જયારે અન્ય 4 બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના મહોબા વિસ્તારમાં આજે ગુરૂવારે સવારે કોચિંગ ક્લાસમાં જઇ રહેલા ડઝનેક બાળકોને બેફામ સ્પીડથી આવતી એક ટ્રકે કચડી નાખ્યાં હતાં.
વિદ્યાર્થી ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા. બીજા બધાને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં ચાર વિદ્યાર્થીની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.