સુરતના કામરેજમાં ઉત્તરાયણ બની લોહિયાળ, મામાના ઘરે આવેલા યુવકનું દોરીથી ગળું કપાયું,થયું મોત

સુરતના કામરેજમાં પતંગની કાતિલ દોરીના લીધે વધુ અકસ્માત સર્જાયો છે. સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે ગઇકાલે સાંજે કામરેજ વિસ્તારમાં એક યુવકનું પતંગની દોરીના લીધે અકસ્માત થયો હતો. યુવકના ગળામાં દોરી ભરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને યુવકને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

ગતકાલે સાંજના સમયે કામરેજ ચારરસ્તા પાસે યુવકના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે તે નનસાડ ગામે મામાને ત્યાં આવ્યો હતો. યુવક નનસાડ ગામથી કામરેજ ચારરસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી અને જ્યારે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં 14 દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.