મહેશ ભટ્ટ, સ્વરા ભાસ્કર અને સુશાંત સિંહ જેવા બોલિવુડના દિગ્ગજોએ અભિનેત્રી-કાર્યકર્તા સદફ ઝફરને જેલથી મુક્ત કરવા માટે ગુરૂવારે માંગ કરી છે. ઝફર કોંગ્રેસની પ્રવક્તા પણ છે. તેની 19 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે પ્રદર્શન સ્થળ પરથી ફેસબુક લાઇવ કરી રહી હતી. ત્યારે સંશોધિત નાગરિક્તા કાયદો (CAA) વિરૂદ્ધ પ્રદર્શન હિંસક થઇ ગયુ હતું.
મહેશ ભટ્ટએ કહ્યું કે, આઝાદી વિના ‘સ્વતંત્ર સંસ્થાન માત્ર એક શીર્ષક છે’ ફિલ્મકારે ટ્વીટ કરીને કહ્યું,”જો ડરના માધ્યમથી દિમાગને સાંકળથી બાંધી દેવામાં આવે અથવા અશક્ત કરી દેવામાં આવે તો તમે કેવી રીતે સરકારમાં રહો છો, આથી કોઇ ફરક પડતો નથી, તમે પ્રજા છો ન કે નાગરીક.”
તેમણે કહ્યું,”અભિવ્યક્તિની આઝાદી વિના સ્વતંત્ર સંસ્થાનોના તમામ બાહરી સ્વરૂપ અને ઢાંછો માત્ર ગેલછા ઠે, દેખાડો છે. સદફને જેલ મુક્ત કરવામાં આવે.” સ્વરા ભાસ્કરે જણાવ્યું કે, ઝફરના દોસ્ત દીપક કબીર જ્યારે તેના વિશે જાણકારી લેવા ગયા તો ઉત્તર પ્રદેશ પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી. અભિનેત્રીએ ટ્વીટ કર્યું,”કાર્યકર્તા અને અભિનેત્રી સદફ ઝફર લખનઉની જેલમાં છે… એવું સ્પષ્ટ નથી કે કેમ છે. તેમના દોસ્ત દીપક કબીર પણ જેલમાં છે, કારણ કે તઓ તેના વિશે પૂંછતાછ કરવા માટે ગયા હતા… સદફને મુક્ત કરવામં આવે, દીપકને મુક્ત કરવામાં આવે અને ઉત્તરપ્રદેશ પોલીસને તેમના અત્યાચારો માટે જવાબ આપવો જોઇએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.