ઉત્તર પ્રદેશમાં બનશે 218 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ યોગી સરકારનો મહત્વનો નિર્ણય

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લોકભવનમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં 33 પ્રસ્તાવો પર મંજુરીની મહોર લગાવવામાં આવી.જેમાં સૌથી મહત્વનો પ્રસ્તાવ રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવાનો છે.

કાયદા પ્રધાન બ્રજેશ પાઠકે મહત્વની જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં 218 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાના પ્રસ્તાવને કેબિનેટએ મંજુરી આપી છે.આ અદાલતોમાં ફક્ત મહિલાઓ અને બાળકો સાથે સંકળાયેલા ગુનાઓનાં કેસની સુનાવણી કરવામાં આવશે.

144 અદાલતોમાં બળાત્કારનાં કેસની સુનાવણી થશે.જ્યારે 74 અદાલતોમાં પોસ્કો કાયદા સાથે સંકળાયેલા મામલાની સુનાવણી કરાશે.આ અદાલતો માટે કેન્દ્ર સરકાર પાસેથી પણ ફંડ મળશે તેની સાથે યુપી સરકાર પણ ભંડોળ આપશે.એક અનુમાન મુજબ પ્રત્યેક કોર્ટ પાછળ 75 લાખનો ખર્ચ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.