ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની તબિયત અચાનક લથડી, આગ્રામાં કરી રહ્યા હતા સમીક્ષા બેઠક

આગ્રામા ચાલી રહેલી સમીક્ષા બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની તબિયત અચાનક લથડી હતી અને તેમના નાકમાથી લોહી નીકળવા લાગ્યુ હતુ. ત્યારબાદ તાત્કાલિક સ્થાનિક અધિકારિઓએ મેડીકલ ટીમને બોલાવી હતી અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આગ્રાના સર્કિટ હાઉસમા કોવિડ-19ની મિટીગ ચાલી રહી હતી. જે મીટીંગ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની અધ્યક્ષતામા ચાલી રહી હતી. ત્યારે અચાનક તેમનુ સ્વાસ્થ્ય બગડ્યુ હતુ. ડૉક્ટરે તપાસ કરી અને તેમનુ સ્વાસ્થ્ય સારૂ થયા બાદ તેઓ મથુરા જવા રવાના થયા હતા.

ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની તબિયત ખરાબ હોવાથી મિટીંગમાં હાજર લોકોને શંકા હતી કે, તેઓ કોરોના પોઝીટીવ છે પરંતુ ડોક્ટરે તપાસ કરતા તેમનુ સ્વાસ્થ્ય સારૂ હતુ.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.