ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં, ધુમ્મસ અને ઝાકળ છવાઈ જતાં, જનજીવન થયું પ્રભાવિત

કેટલાય રાજ્યોમાં ધુમ્મસ અને ઝાકળ છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાય સ્થળોએ તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું.

પાટનગર દિલ્હી હાડ ગાળતી ઠંડીમાં થીજી ગયું હતું. દિલ્હીમાં ડિસેમ્બરનું તાપમાન ૧૫ વર્ષમાં બીજી વખત સૌથી નીચે રહ્યું હતું. ધુમ્મસ અને કોલ્ડવેવના કારણે દિલ્હીની દિનચર્યા ઠંડી રહી હતી.

જમ્મુ-કાશ્મીરના કેટલાય સ્થળો શૂન્યથી નીચે થીજી ગયા હતા. કાશ્મીરમાં ૪૦ દિવસનો ચિલાઈ કલાનનો સમયગાળો ચાલતો હોવાથી ભારે બર્ફિલો પવન શરૃ થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.