હવામાન વિભાગ:ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે મોડો વરસાદ

હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો રહશે તેવી આગાહી કરી છે અને સાથે જ કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદની પડશે તેવુ પણ જણાવ્યું છે. ગઈ કાલથી કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જેને પગલે રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમા વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓ અને શહેરોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે તેમજ વાતાવરમાં ફેરફાર સાથે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું જોવા મળી શકે છે તેમજ હળવા પવન સાથે વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને પગલે ભરૂચ, તાપી, આહવા, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

આ વખતે કેરળમાં બે દિવસ મોડું ચોમાસું બેઠું છે પરતું હવે જ્યારે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુંકી છે ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થતા હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં 13 થી 15 જૂન સુધી વરસાદનું આગમન થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ વખતે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં અન્ય શહેરમાં સૌથી વહેલા વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરાઈ રહી છે તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ વખતે વરસાદ મોડે પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.