ઉત્તર પ્રદેશના બદાયુમાં નિર્ભયા જેવી અતી જઘન્ય રેપ-હત્યાની ઘટના સામે આવી છે. આંગણવાડીમાં કામ કરતી એક ૫૦ વર્ષીય મહિલા અહીં મંદિરમાં દર્શન કરવા ગઇ ત્યારે તેને મંદિરના પૂજારી અને તેના ચેલા તેમજ ડ્રાઇવરે પકડી લીધી, બાદમાં તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો
મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં સળિયા અને કપડા નાખવામાં આવ્યા
મહિલાનો મૃતદેહ ઘરની બહાર ૧૭ કલાક સુધી પડયો હતો, પરિવારજનોએ પોલીસને ઘટનાની જાણ કરી છતા કલાકો સુધી કોઇ આવ્યું જ નહીં, પરિવારજનોએ જ્યારે ઘટનાની જાણકારી પોલીસને આપી તો તેમને એવો જવાબ આપવામાં આવ્યો કે આ ઘટના રેપની નહીં પણ કુવામાં પડી જવાથી મહિલાના મોતની છે.
તેમના પર સમયસર કાર્યવાહી ન કરવા, ટોચના અધિકારીઓને જાણ ન કરવા સહિતના આરોપો હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય એક બેદરકારી પીએમ કરાવવામાં સામે આવી હતી, ઘટનાના ૪૮ કલાક બાદ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે .
એનસીડબલ્યૂએ જણાવ્યું હતું કે અમે પીડિતાના પરિવારજનોની પણ મુલાકાત કરીશું. હાથરસની ઘટના બાદ સવાલોથી ઘેરાયેલી ઉત્તર પ્રદેશ સરકારે બદાયૂની ઘટનાના મુખ્ય આરોપી મંદિરના મહંતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે અને જાણકારી આપનારા ૫૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. સાથે જ અપરાધીઓની વિરુદ્ધ રેપ અને હત્યા ઉપરાંત એનએસએ પણ લાગુ કરાશે અને એસટીએફ તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.