ઉત્તર પ્રદેશના ત્રિસ્તરીય પંચાયતના તમામ પરિણામ લગભગ જાહેર થઈ ચૂક્યા છે. જો કે અનેક જગ્યાઓ પર તમામ સત્તાવાર જાહેરાત બાકી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ પરિણામ આવી ચૂક્યા છે.
સમાજવાદી પાર્ટીને સત્તારુઢ ભાજપને પછાડી જીત મેળવી છે. અત્યાર સુધીના જારી પરિણામ મુજબ સમાજવાદી પાર્ટીના 742 ઉમ્મેદનારોએ જીત દાખલ કરી છે. જ્યારે ભાજપના 679 ઉમેદવાર જીત્યા છે. બસપાના 320 ઉમેદવારો જીત્યા છે.
સમાજવાદી પાર્ટીની જીત પર પાર્ટી પ્રવક્ત ડો. અનુરાગ ભદોરિયાએ કહ્યુ કે પંચાયત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના બનારસ, પ્રયાગરાજ અને અયોધ્યા જેવા જિલ્લામાં ભાજપને ધૂળ ચટાવી દીધી છે.
હવે પરિણામ આવ્યા બાદ સૌથી મોટી લડાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી માટે શરુ થશે. અનેક જિલ્લામાં કોઈ પણ દળને બહુમત ન મળવાની સ્થિતિમાં તોડોજોડાની નીતિ શરુ થઈ છે. જિલ્લા પંચાયત અઘ્યક્ષની ચાવી આ વખતે નિર્દલીયોની પાસે છે. જો કે ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી અને સરકારના પ્રવક્તા સિદ્ધાર્થ નાથ સિંહનો દાવો છે કે ભાજપે પંચાયતની ચૂંટણીમાં 900થી વધારે સીટો જીતી છે અને 400 નિર્દલીય પાર્ટીના સંપર્કમાં છે.
ગત પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો સપાએ દાવો કર્યો હતો કે તેણે 3121 સીટોમાંથી 70 ટકા એટલે કે 2184 સીટ પર જીત નોંધાવી છે. આ રીતે જોઈએ તો તેમની સીટોમાં આ વખતે ભારે ઘટાડો આવ્યો છે. તો પણ સપાની સીટો ભાજપ કરતા વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.