દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક રોડ એકસીડન્ટમાં 3 યુવતીઓ સહિત 6 લોકોના મોત થઈ ગયા. આ સિવાય એક યુવકની હાલત ખૂબ જ ગંભીર છે.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં છ લોકોના મોત થઈ ગયા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક યુવકની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને ફરવા નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થઈ ગયા. અકસ્માતમાં કેટલાકના શરીરના ચીથરા ઉડી ગયા.
5 મૃતક દેહરાદૂનથી અને એક ચંબાથી
કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીઓમાં 19 વર્ષીય ગુનિત સિંહ, 23 વર્ષીય નવ્યા ગોયલ અને 20 વર્ષીય કામાક્ષી સિંઘલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ 23 વર્ષીય કુણાલ કુકરેજા, 24 વર્ષીય અતુલ અગ્રવાલ, અને 24 વર્ષીય રિષભ જૈન તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાનો રહેવાસી હતો, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.
ઘાયલ યુવક દેહરાદૂનનો રહેવાસી
આ ઉપરાંત ઘાયલ થયેલા યુવકની ઓળખ 25 વર્ષીય સિદ્ધેશ અગ્રવાલ તરીકે થઈ છે. તે દહેરાદૂનના આશિયાના શોરૂમ મધુબનની સામે રાજપુર રોડનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.