ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ઘટી મોટી દુર્ઘટના, કાટમાળમાં દટાતા 4 લોકોના દર્દનાક મોત, અડધી રાત્રે કરાયેલું રેસ્ક્યુ…

Uttarakhand News Latest News : રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો, ચાર લોકો કાટમાળ નીચે દટાયા

Uttarakhand News : પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. શુક્રવારે સવારે બચાવકર્મીઓએ કાટમાળ નીચે દટાયેલા ચારેય લોકોને મૃત શોધી કાઢ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ આ ચારેય મૃતકો નેપાળી નાગરિક છે અને ડીડીઆરએફની ટીમ તેમના મૃતદેહોને રૂદ્રપ્રયાગ લાવવામાં આવી રહી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે માહિતી આપી છે. નોંધનિય છે કે, રાત્રે લગભગ 1 વાગ્યે દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ બચાવ કાર્ય માટે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી જ્યાં કાટમાળમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદ સતત બચાવ કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો. રૂદ્રપ્રયાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના જુદા જુદા જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે ઘણી જગ્યાએ બંધ થઈ ગયો હતો. કંચન ગંગા, ગુલાબકોટી, પાગલનાલા અને છિનકામાં હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ સ્થળોએ ચારધામના યાત્રાળુઓ ફસાયેલા છે. માર્ગ ખોલવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જ્યારે ટિહરીમાં વરસાદના કારણે 15 ગ્રામીણ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર તિંધરા પાસે કાટમાળ અને પથ્થરો પડ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.