ઉત્તરાખંડમાં રાજકારણ ગરમાયું,સીએમ સામે અસંતોષ હોવાની ચર્ચા

ભાજપ શાસિત ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં માનવામાં આવી રહ્યું છે કે સીએમની સામે અસંતોષ પાર્ટીની અંદર જ હતો જે બાદ દિલ્હીથી નેતાઑ દેહરાદૂન ગયા હતા.

ઉત્તરાખંડમાં રાજકીય ઘમાસાણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ તે

 

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની અંદર ગતિવિધિઓ તેજ થઈ છે ત્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવત તાબડતોબ દિલ્હી રવાના થઈ ગયા છે. દિલ્હીના વિવિધ મીડિયા અહેવાલોમાં સૂત્રો અનુસાર 9મી માર્ચે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે જેમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે.

નોંધનીય છે કે પાર્ટીના સંસદીય બોર્ડે શનિવારે દહેરાદૂનમાં કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના ઉપાધ્યક્ષ રમનસિંહને મોકલવામાં આવ્યા હતા અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં સામેલ થયેલા નેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેને સંભાળવા માટે વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.

13 ધારાસભ્યોની નારજગીના સવાલ સામે તેમણે કહ્યું હતું કે, પાર્ટીનો કોઇ જ ધારાસભ્ય નારાજ નથી. તમામ વાતો ઉપજાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સતપાલ મહારાજ તથા સાંસદ અનિલ બલૂની રેસમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.