ઉત્તર ભારતમાં રવિવારે ઠંડીનો પ્રકોપ ચાલુ જ હતો. જમ્મૂ-કશ્મીર અને હિમાચલ પ્રદેશનાં મોટાભાગનાં સ્થાનો પર તાપમાન શૂન્યથી નીચે જતુ રહ્યું હતું. તો દિલ્હીમાં હાલમાં હવામાન સૌથી ન્યૂનતમ નોંધાયું હતું.
હવામાન ખાતાનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, ઠંડકનાં કારણે ઘાટીનાં ઘણાં વિસ્તારમાં પાણીની લાઇન અને જળાશયમાં પાણી જામી ગયુ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં મુજબ, આ મહિનાનાં અંત સુધી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. કશ્મીરનાં કેટલાંક સ્થાનો પર સોમવારે હળવી બરફવર્ષા થઇ શકે છે.
હવામાન ખાતાનાં અધિકારીઓનાં જણાવ્યાં પ્રમાણે, આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે સમગ્ર કશ્મીર ઘાટીનાં તાપમાનમાં સામાન્ય વધારો થશે પણ ન્યૂનતમ તાપમાન શૂન્યની નીચે રહેશે.
દેશનાં ઘણાં હિસ્સામાં પારો શૂન્યની નીચે જઇ ચુક્યો છે. એવામાં આ ક્ષેત્રમાં ભારે ઠંડી (Winter) પડી રહી છે. કેટલાંક વિસ્તારમાં શીતલહર (Cold Wave)નો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે.
હવામાન ખાતા અનુસાર આદમપુરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયુ છે જે શન્ય ડિગ્રી સેલ્સિયસ છે. હરિયાણામાં નારનૌલા સૌથી ઠંડુ સ્થાન રહ્યું જ્યાંનું ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.
મૌસમ વિભાગે આગામી 48 કલાકમાં રાજસ્થાનનાં મોાટભાગમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને સોમવારનાં રાજ્યમાં શીતલહેરથી રાહત મળવાનું અનુમાન વ્યક્ત કર્યુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.