વેક્સિન માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી,આધારકાર્ડ ન હોય તો પણ લઇ શકો છો વેક્સિન: UIDAI

આધાર કાર્ડના દુર ઉપયોગને લઇને  UIDAIએ  ચેતવણી આપી છે. તેઓએ કહ્યું છે કે આધાર કાર્ડ ન હોય તો કોઇને વેક્સીન કે જરૂરી સેવા આપવામાં મનાઇ ન કરી શકાય. આધારનું ઓનલાઇન વેરિફાઇ કર્યા બાદ જરૂરી સેવા આપી શકાય છે.

આધાર કાર્ડ ન હોવાથી કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાતા નથી અને તેમને જરૂરી સેવાઓ પણ આપવામાં આવી રહી નથી.

UIDAIએ કહ્યું કે કોઈ પણ કારણ સર કોઈ દર્દી પાસે આધાર કાર્ડ નથી તો તેને જરૂરી સેવાથી વંચિત રાખઈ શકાશે નહીં. આધારનું ઓનલાઈન સત્યાપન ન થાય તો પણ સંબંધિત વિભાગ કે એજન્સીએ સેવા આપવી પડશે.

UIDAI કહ્યું કે આધારના ઉપયોગને લઈને વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેનું પાલન થવું જરૂરી છે…..

UIDAIએ કહ્યું છે કે જો આધાર ન હોવાના કારણે કોઈ તમને જરૂરી સેવાઆપવાની મનાઈ કરે છે તો તે વિભાગના અધિકારીને ફરિયાદ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.