ગૃહમાં સંસદની સ્થાયી સમિતિએ દેશમાં વેક્સીનેશનની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આખા દેશમાં આ રીતે વેક્સીનેશન કરવામાં અનેક વર્ષનો સમય લાગશે.
રિપોર્ટમાં કહેવાયું છે કે સમિતિ કોરોનાના વર્તમાન વેક્સીનેશનની પ્રક્રિયા પર વિચાર કરી રહી છે અને જોવા મળ્યું છે કે અત્યાર સુધી ભારતીય આબાદીના 1 ટકાથી પણ ઓછા લોકોનું વેક્સીનેશન થયું છે
આ ગંભીર મુદ્દો છે કે મોટી સંખ્યામાં લોકોને વેક્સીનનો બીજો ડોઝ મળી રહ્યો નથી જ્યારે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા પ્રકાર સામે આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે સમિતિ પ્રશંસા કરે છે કે અગ્રિમ મોર્ચાના દરેક સ્વાસ્થ્ય કર્મી અને સીએપીએફ સહિતના કોરોના યોદ્ધાઓ અને રાજ્ય અને કેન્દ્ર સમિતિ પ્રદેશોના પોલીસકર્મીઓને વેક્સીનના ડોઝ આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.