કેન્દ્ર સરકાર : ભારતે કોરોન વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોની સંખ્યા મામલે અમેરિકાને પાછળ છોડી દીધું છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે દેશમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની 43 ટકા વસ્તીને કોરોનાની વેક્સિન અપાઇ છે. આ સાથે 45 વર્ષથી ઉપરના લગભગ 37 ટકા લોકોનું રસીકરણ શક્ય બન્યું છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોરોના વેક્સિનનો એક ડોઝ લગાવનારાની સંખ્યા 17.2 કરોડની થઈ છે જ્યારે અમેરિકામાં આ સંખ્યા 16.9 કરોડની થઈ છે.
વીકે પોલનું કહેવું છે કે આપણે કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં અમેરિકાને પાછળ છોડી દીધું છે
ભારતમાં 10 લાખની વસ્તી પર કોરોનાના 20519 કેસ છે. વિશ્વની સરેરાશ હજુ પણ તે 22181થી વધારે છે. કોરોનાને રોકવા વેક્સિનના કામમાં ઢીલાશ રખાશે તો કેસ ફરી એક વાર વધી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે.
લવ અગ્રવાલે એમ પણ કહ્યું કે 10મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા પીક પર હતી. હવે તેમાં ઘટાડો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.