દેશમાં કોરોના વેક્સીનેશનના 6.24 કરોડ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. મંગળવારે 12,94,979 ડોઝ આપવામાં આવ્યા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
રિપોર્ટના આધારે 82,00,007 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝઅપાઈ ચૂક્યો છે જ્યારે 52,07,368 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે
મંત્રાલયે ગંભીર બીમારીથી પીડાતા 45 વર્ષથી ઉપરના 71,58,657 દર્દીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો છે તો આ ક્રમમાં 4905 લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે.
મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 12,94,979 લોકોને વેક્સીન અપાઈ છે. આ અભિયાનનો આજે 74મો દિવસ છે. સાંજે 7 વાગ્યા સુધી તેમાંથી 11,77,160 લાભાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.