કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે નવા સ્વાસ્થ્યકર્મીઓનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોનું રજિસ્ટ્રેશન સામાન્ય રીતે કરાશે. તેઓએ કહ્યું કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના વેક્સીનેશન માટે કેન્દ્ર સરકાર રાજ્યોની સાથે મળીને કામ કરે છે.
તેઓએ કહ્યું કે અનેક જગ્યાઓએથી મળેલી જાણકારી અનુસાર અયોગ્ય લાભાર્થીઓના રજિસ્ટ્રેશન હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરના રૂપમાં થયા છે. તેમના વેક્સીનેશન કરવા એ વેક્સીનેશનની ગાઈડલાઈનનું ઉલ્લંધન છે
આ મુદ્દા પર રાજ્યના પ્રતિનિધિ અને એક્સપર્ટની ચર્ચા થઈ છે. વેક્સીનેશનને લઈને નેસનલ એક્સપર્ટ ગ્રૂપની સલાહ પર નિર્ણય લેવાયો છે કે હવે હેલ્થ વર્કર્સના રજિસ્ટ્રેશનકરાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.