કોરોનાની વેક્સીન આ રોગ ગંભીર હોવા વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ સંક્રમણ ફેલાવાની સંભાવના ત્યારે પણ બની રહે છે અને વેક્સીન લગાવી ચુકેલા લોકો બીજા લોકોને સંક્રમિત કરી શકે છે. વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. સાથે જ તેમણે વેક્સીન લગાવ્યા બાદ કોરોનાના દિશા-નિર્દેશનું પાલન કરવામાં બેદરકારી રાખનારા લોકોને ચેતવ્યા પણ છે.
તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને આ સોમવારે 1 લાખ 68 હજાર 912 નવા કેસ સાથે આ આંકડો 1 કરોડ 35 લાખ 27 હજાર 717 સુધી પહોંચી ગયા છે. આ રીતે અમેરિકા બાદ કોરોનાના સર્વાધિક કેસોના દ્રષ્ટિકોણથી ભારત બીજા નંબર પર છે.
આંકડાઓના હિસાબે વેક્સીનેશન બાદ સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય છે. વિશેષજ્ઞોએ સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા પર જોર આપ્યું છે. અને તે વસ્તીના એક મોટાભાગમાં વેક્સીનેશનથી થવા સુધી ચાલુ રાખવું પડશે
વનિતા બલે આ વાત પર સહમતી દર્શાવી કે, વેક્સીન લગાવી ચુકેલા લોકોમાં આ રોગ પ્રત્યે ગંભીરરૂપ ધારણ કરવાની સંભાવના વેક્સીન ન લગાવનારા લોકોની તુલનામાં ઓછી છે. તેમણે કહ્યું કે, વાયરસના રૂપમાં બદલાવ થવાના કારણે એ સાચુ સાબિત થશે, એટલે વેક્સીનેશન વસ્તીના સ્તર પર એક સારી સ્થિતિ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.