ઓક્સફર્ડ- એસ્ટ્રાજેનેકાની વેક્સીનના ઉપયોગ પર છેલ્લા ફક્ત 7 દિવસમાં 12 દેશોએ પાબંધી લગાવી છે. સોમવારે જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને પણ આ વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી છે.
આ સિવાય નીધરલેન્ડે પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવી છે. વેક્સીન લગાવ્યા બાદ લોહીના ગટ્ઠા જામી જવાની ગંભીર ફરિયાદ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
સોમવારે જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને વેક્સીનના ઉપયોગ પર રોકલગાવી છે, આ પહેલાં જ આયરલેન્ડ, બુલ્ગારિયા, ડેનમાર્ક, નાર્વે, આઈસલેન્ડ પણ લોહીના ગટ્ઠા બનાવી જવાની ફરિયાદ સામે આવતા વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી ચૂક્યી છે.
એસ્ટ્રાજેનેકા કંપની અને યૂરોપીય નિયામકોનું કહેવું છે કે આવું કોઈ તથ્ય સામે આવ્યું નથી જે એમ કહે કે લોહીના ગટ્ઠા બનવાનું કારણ વેક્સીનછે. એસ્ટ્રાજેનેકાની તરફથી કહેવાયું છે કે યૂરોપીય સંઘ અને બ્રિટનમાં લગભગ 1.7 કરોડ લોકોએ આ વેક્સીન લગાવી છે અને સાથે આ સમૂહમાં લોહીના ગટ્ઠા જામવાના 37 કેસ સામે આવ્યા છે.
આ અભિયાનના આધારે ભારતમાં કોવિશિલ્ડ ( એસ્ટ્રાજેનેકા- ઓક્સફર્ડ) અને કોવેક્સીન (ભારત બાયોટેક)ની વેક્સીનલગાવવામાં આવી રહી છે. કેટલાક યૂરોપીય દેશોમાં ફરિયાદ સામે આવ્યા બાદ ભારતે પણ આ વેક્સીનને લગાવ્યા બાદ સંભવિત સાઈડ ઈફેક્ટની તપાસ કરવાનો નિર્ણય લીધો છે
ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીના અધિકારી લોકોને ડરાવવા ઈચ્છતા નથી. એટલું જ નહીં વેક્સીનના ઉપયોગની સાથે દેખરેખ પણ ચાલી રહી છે. સ્વામીનાથને કહ્યું કે દુનિયાભરના લોકોના અનેક પ્રકારના કોરોના વાયરસ વેક્સીનના કેટલીક 300 મિલિયન એટલે કે 30 કરોડ ડોઝ અપાયા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.