વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો ગુજરાતમાં થયો પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,કોરોના રસી અંગે આપ્યું મહત્વનું નિવેદન

કોરોના વાયરસ હવે ધીરે ધીરે અંકૂશ હેઠળ આવી રહ્યો છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આજે દાહોદ, વલસાડ, આણંદ જિલ્લામાં તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં કોવિડ-19 વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ રહ્યું છે.

ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

રસી અંગે સીએમ રૂપાણીએ નિવેદનમાં જણાવ્યું કે, દરેકને મફત વેક્સીન મળશે. ફાઇઝર કંપનીની રસી આજે યુરોપ અને અમેરિકામાં આપણે જો રૂપિયામાં હિસાબ કરીએ તો લગભગ ત્રણ હજાર રૂપિયાની થાય છે. તેવી આ રસી લોકોને મફતમાં મળશે આ જાહેરાત આપણા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ડ્રાયરન એકવાર થઇ ચૂકી છે આજે બીજીવાર પણ ચાલી રહી છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોના વેક્સીન ને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને મોટી જાહેરાત કરી છે. તેમની જાહેરાત પ્રમાણે આખા દેશમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.